قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَۙ(۱۱)وَ اُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِیْنَ(۱۲)(سورۃ الزمر)
અનુવાદ
કહી દો કે : મને તો હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની એવી રીતે ઇબાદત કરું કે મારી બંદગી ખાલિસ તેના જ માટે હોય.(૧૧) અને મને હુકમ આપવામાં આવ્યો છે કે સૌથી પહેલો ફરમાબરદાર હું બનું.(૧૨)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે : આમાં એ તાલીમ આપવામાં આવી છે કે જે શખ્સ બીજાઓને કોઈ નેકીની દાવત આપે, તેને જોઈએ કે પહેલાં ખુદ તેના પર અમલ કરીને બતાવે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)